નવી દિલ્હીઃ ભારતીય બોક્સર વિજેન્દરસિંહે ઓસ્ટ્રેલિયન બોક્સર કેરી હોપને હરાવીને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટનો ખિતાબ જીતી લીધો છે. આ ફાઇટને જોવા માટે ઘણી સેલિબ્રિટી પણ હાજર હતી. જોકે સૌનું ધ્યાન રણદીપ હુડ્ડા અને તેની સાથે આવેલી તેની અજાણી મિત્ર પર હતું. વળી, ફાઈટ જોવા આવેલા રણદીપના હાથમાં રિંગ પણ હતી. આ રિંગને જોયા બાદ કેટલાક લોકોનું કહેવું છે કે રણદીપે સગાઈ કરી લીધી છે.
આખી ફાઇટ દરમિયાન રણદીપ અને તેની સાથે આવેલી યુવતી સાથે જ હતા. રણદીપ પાસે જ અભિનેત્રી નેહા ધૂપિયા પણ બેઠી હતી, પરંતુ રણદીપે તેની સાથે વધુ વાત કરી નહોતી. મેચ પૂર્ણ થયા બાદ રણદીપ અને મિસ્ટ્રી ગર્લ સાથે જ નીકળ્યા ત્યારે રણદીપના ફેન્સે તેની સાથે સેલ્ફી પણ લીધી હતી.