રણદીપે સબરજીતનો દુર્બળ લુક અપનાવ્યો

Wednesday 10th February 2016 06:02 EST
 
 

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના દિગ્દર્શક ઓમંગકુમારે કહ્યું હતું કે, આ ફિલ્મમાં સરબજીતના પાત્ર માટે રણદીપ હાડપિંજર જેવો દેખાવો જરૂરી હતો. રણદીપનું વજન સાવ ઘટી જાય એ માટે છેલ્લા થોડા દિવસથી તો અમે તેને ફક્ત પાણી પર જ રાખ્યો હતો. સરબજીત એવો બદનસીબ ભારતીય હતો કે જે ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો અને પાકે. તેના પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ મૂક્યો હતો. વર્ષ ૨૦૧૩માં લાહોરની જેલમાં જ તેનું મોત થઈ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter