રણબીર - આલિયાના ૨૦૨૦ના શિયાળામાં લગ્નની અટકળો

Saturday 14th December 2019 05:17 EST
 
 
મુંબઈ: વર્ષ ૨૦૨૦ની સાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરે તેવી વાત આવી છે. મોટાભાગે તેઓ આવતા શિયાળામાં લગ્ન કરવાની ગણતરી છે. આ દરમિયાન, બંને જણા હાથમાં લીધેલા તમામ પ્રોજેક્ટસે પૂરા કરવા માગે છે. તેમણે લગ્ન પહેલા એક મહિનાનું વેકેશન લેવાની યોજના કરી છે.
આ માટે તેમણે તેમની દરેક અન્ડર પ્રોડકશન ફિલ્મને પણ પૂરી કરવી પડશે, તેવી બોલિવૂડમાં ચર્ચા છે. રણબીર યશરાજ ફિલ્મ્સની ‘સમશેરા’માં કામ કરવાનો છે. જ્યારે આલિયા પિતા મહેશ ભટ્ટની ‘સડક ટુ’, સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઇ’માં જોવા મળશે. રણબીર - આલિયા લગ્ન માટે વર્ષ ૨૦૨૦ના નવેમ્બર-ડિસેમ્બર સુધી રાહ જોશે તેવી વાતો બોલિવૂડમાં ચાલે છે.
તેમના લગ્ન વિદેશમાં થાય તેવી શક્યતા છે. પહેલા તો એવી વાત હતી કે, રણબીરના પિતા રિશી કેન્સરની સારવાર લઇને મુંબઇ પાછા આવે કે તરત જ તેમના લગ્ન લેવાશે, પરંતુ હાલ એવી કોઇ શક્યતા દેખાતી નથી. આલિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, લોકેને મારા લગ્ન વિશે જે અટકળ બાંધવી હોય તે બાંધે, પરંતુ હું જ્યારે લગ્ન કરવાની હોઇશ ત્યારે આ શુભ સમાચાર પહેલા આપીશ.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter