રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ડ્રીમહાઉસનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણ થઇ ગયું છે. છેલ્લા બે વરસથી યુગલ મુંબઇમાં પોતાના શમણાનું ઘર બનાવી રહ્યા હતા જે ‘કૃષ્ણા-રાજ‘ બંગલો તરીકે જાણીતું બન્યું છે. છ માળનો આ બંગલાનું નામ રણબીર કપૂરે પોતાના સ્વ. દાદી અને દાદા કૃષ્ણા અને રાજ કપૂરના નામ પરથી રાખ્યું છે. ઘણા મહિનાઓથી રણબીર, આલિયા અને નીતૂ કપૂર વારંવાર આ બંગલાના બાંધકામ પર નજર રાખતા જોવા મળતા હતા. એક રિપોર્ટ અનુસાર, રણબીરે પોતાની પુત્રી રાહાને આ બંગલો ભેટ આપવાની યોજના બનાવી રહ્યો છે તે રાહાના નામ પર આ બંગલો રજિસ્ટર કરવાનું વિચારી રહ્યો છે. આ બંગલાની કિંમત 250 કરોડથી પણ વધુ હોવાની શક્યતા છે. જે અમિતાભ બચ્ચનના ‘જલસો’ બંગલાની સરખામણીમાં બોલિવૂડ સ્ટારનો સૌથી મોંઘો અને આલિશાન બંગલો બનશે. એવા પણ અહેવાલ છે કે નીતૂ કપૂર આ બંગલાનાં સહ-માલિક હશે. સ્વ. રિશી કપૂરની સઘળી સંપત્તિના તેઓ અડધોઅડધ વારસદાર છે. ઉલ્લેખનીય છે કે નીતૂ કપૂર આર્થિક રીતે સદ્ધર છે અને હાલમાં જ તેણે બાંદરામાં 15 કરોડ રૂપિયાનું આલિશાન મકાન ખરીદ્યું હતું.