રણવીર સિંહની ‘રાક્ષસ’ ફિલ્મ પણ અભેરાઈ પર ચઢાવી દેવાની જાહેરાત થઈ છે. રણવીરની નજીકના ભૂતકાળની આ પાંચમી એવી ફિલ્મ છે જે જાહેર થયા પછી અભેરાઈ પર ચઢી ગઈ હોય. રણવીરને ફિલ્મો મળે છે પરંતુ તેના પ્રોજેક્ટસ આગળ વધતા નથી. આથી રણવીર હાલ તેની કારકિર્દીમાં પડકારોનો સામનો કરી રહ્યો છે. રણવીર અને દિગ્દર્શક પ્રશાંત વર્માએ રવિવારે જ સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ ‘રાક્ષસ’ ફિલ્મ પડતી મૂકી રહ્યા છે. સંજય લીલા ભણશાળી રણવીરની સાથે ‘બૈજુ બાવરા’ બનાવવાના હતા. પરંતુ, ભણશાળીએ પણ હાલ આ ફિલ્મ બાજુએ મૂકીને રણબીર, આલિયા તથા વીકી કૌશલ સાથેની ‘લવ એન્ડ વોર’ શરૂ કરી દીધી છે.
સાઉથની હિટ ફિલ્મ ‘અનિયાન’ની હિંદી રિમેક બનાવવાની વાત હતી. જે એક સાયકોલોજિલકલ એકશન થ્રિલર ફિલ્મ હતી, અને તેમાં રણવીર મુખ્ય રોલ કરવાનો હતો. પરંતુ દિગ્દર્શક શંકર પોતાની બે તમિલ ફિલ્મ કમલ હાસન સાથેની ‘ઇન્ડિયન ટૂ’ અને રામ ચરણ સાથેની ‘ગેમ ચેન્જર’માં વ્યસ્ત થઇ જતાં ‘અનિયાન’ ફિલ્મ પણ લટકી પડી હતી. બીજી તરફ ‘શક્તિમાન’ સીરિયલ પરથી બનનારી ફિલ્મમાં રણવીરને મુખ્ય રોલ મળવાની જાહેરાત થઈ છે.