ગોવામાં યોજાયેલા ૪૬માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આર્જેન્ટિનાના ફિલ્મસર્જક પાબ્લો સિઝરે ખાસ ‘માસ્ટર ક્લાસ’ લીધા હતા. આ ફેસ્ટિવલમાં પાબ્લોએ આવતા વર્ષે ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિના મહાન વિચારક, લેખક, કવિ રવીન્દ્રનાથ ટાગોર પરથી પ્રેરણા લઈને ફિલ્મ ‘થિંકિંગ ઓફ હીમ’ લાવવાની જાહેરાત કરી હતી.
પાબ્લોએ તેના ક્લાસ દરમિયાન કહ્યું હતું કે, તેઓ નસીરુદ્દીન શાહનો ચાહક છે અને એનું દૃઢપણે માનવું છે કે રવીન્દ્રનાથ ટાગોર પરની ફિલ્મમાં ટાગોરનું ચરિત્ર માત્ર નસીરુદ્દીન જ ભજવી શકે. પાબ્લો આ માટે ગોવા ફેસ્ટિવલ પછી એ નસીરુદ્દીનને મળવા ખાસ મુંબઈ જશે એવું પણ જાહેર કર્યું.
ટાગોરના જીવનના સાઠીના કાળ એટલે કે વર્ષ ૧૯૨૦થી ૧૦૩૦ના દાયકાના સમયગાળા પર આ ફિલ્મ આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ શાંતિ નિકેતન અને આર્જેન્ટિનામાં થશે. વર્તમાન કાળને દર્શાવતા કેટલાક દૃશ્યોનું શૂટિંગ રંગીન થશે જ્યારે ફ્લેશ બેક સીન્સ બ્લેક એન્ડ વ્હાઇટ હશે.