રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ડેટિંગ કરી રહ્યા હોવાની લાંબા સમયથી અફવા તો હતી, પણ હવે તેને સમર્થન મળ્યું છે. હાલમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી ‘વાંગા’ ફિલ્મ એનિમલના પ્રચારમાં વ્યસ્ત છે. તેવામાં રણબીર કપૂરે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના સંબંધોની પુષ્ટિ કરી છે. એક ચેટ શો દરમિયાન રણબીરે જણાવ્યું હતું કે, રશ્મિકા અને વિજયની મુલાકાત સંદીપના ઘરની ટેરેસ પર થઇ હતી. ફિલ્મ અર્જુન રેડ્ડીની સફળતાની પાર્ટીદરમિયાન બન્ને મળ્યા હતા. આ સાંભળીને રશ્મિકા અવાક થઇ ગઇ હતી અને તેણે રણબીરને ટોકતાં કહ્યુ હતું કે, ‘આટલી બધી માહિતી આપવાની જરૂર નથી.’
આ ચેટ શો દરમિયાન વિજયને કોલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ત્યારે ઉત્તર આપ્યો નહોતો. આ પછી રણબીરે સંદીપને કહ્યું હતું કે, તારા નહીં રશ્મિકાના મોબાઇલથી ફોન કરીશ તો વિજય ઉપાડશે. તેમ છતાં વિજયે જવાબ આપ્યો નહોતો. થોડી વાર પછી વિજયનો સામેથી રશ્મિકાના મોબાઇલ પર ફોન આવ્યો હતો. ત્યારે તેણે રશ્મિકાને ‘ક્યા ચલ રહા હૈ?’ પુછ્યું હતું ત્યારે રશ્મિકાએ શરમાઇને ‘અચ્છા ચલ રહા હૈ’ કહ્યું હતું અને તરત જ તેને તે સ્પીકર પર હોવાની પણ સૂચના આપી દીધી હતી.
કોલ પૂરો થતા જ રણબીરે રશ્મિકાની તરફ ઇશારો કરતાં રહ્યું હતું કે, કેટલું નેચરલ બ્લશ ચહેરા પર આવી ગયું છે. રશ્મિકા અને વિજયની ડેટિંગની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. પરંતુ બન્ને આ બાબતે હરફ ઉચ્ચારતા નથી.