રશ્મિકાઃ ભારતમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી?

Friday 06th December 2024 04:17 EST
 
 

રશ્મિકા મંદાના ટૂંક સમયમાં ફિલ્મ ‘પુષ્પા-2’માં નજરે પડવાની છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અહેવાલ આવી રહ્યા છે કે રશ્મિકા ‘પુષ્પા-2: ધ રુલ’માં કામ કર્યા પછી ભારતમાં સૌથી વધુ આવક મેળવી રહેલી અભિનેત્રી બની છે. આ અહેવાલ સાંભળીને તેના ફેન્સ તો ખુશ હતા, પરંતુ રશ્મિકા આ અહેવાલને નકારે છે.
રશ્મિકા મંદાના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ક્લોઝિંગ ફેસ્ટિવલમાં ગોવા પહોંચી હતી. અહીં અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે ‘પુષ્પા-2’ સાથે તે શું ભારતની સૌથી વધુ આવક મેળવતી અભિનેત્રી બની રહેશે? આ સવાલના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘હું આ વાત સાથે સહમત નથી. કારણ કે તે વાત સાચી નથી.’ હકીકતે એવા અહેવાલ હતા કે રશ્મિકાને ફિલ્મના બીજા ભાગ માટે 19 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. પહેલી ફિલ્મને મુકાબલે આ ખૂબ મોટી રકમ છે. કહેવાય છે કે ફિલ્મના પ્રથમ ભાગ માટે અભિનત્રીને બે કરોડ રૂપિયા મળ્યા હતા.
આ દરમિયાન રશ્મિકાએ ‘પુષ્પા-2’ના પ્રમોશન કાર્યક્રમોથી ડાયરેક્ટર અલ્લૂ અર્જુન અને સુકુમાર દૂર રહ્યા હોવાને મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. તેનું કહેવું છે કે આ બન્ને ફિલ્મના અંતિમ એડિટમાં બિઝી હોવાથી ઈવેન્ટમાં નથી આવી શક્યા. ‘પુષ્પા-2’ની વાત કરીએ તો આ ફિલ્મ પાંચ ડિસેમ્બર - ગુરુવારે રિલીઝ થઇ રહી છે, અને દર્શકો બહુ આતુરતાથી તેની રાહ જોઇ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter