રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરવાના કારણે આ ફિલ્મ છોડી દીધી હોવાનું ચર્ચાય છે. ફિલ્મ સર્જક ઇચ્છે છે કે આ ફિલ્મ માટે કોઇ યુવાન અભિનેતાને લેવામાં આવે. તાજા સમાચાર મુજબ વિકી કૌશલનું નામ આ ફિલ્મ માટે ચર્ચાઇ રહ્યું છે. બોલિવૂડના માંધાતાઓનું માનવું છે કે, વિકી આ પાત્ર માટે યોગ્ય છે. રાકેશ શર્માએ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો ત્યારે તફક્ત ૩૫ વર્ષનો જ હતો. મૂળ તો આ ફિલ્મ આમિર ખાનને ધ્યાનમાં રખાઇને લખાઈ હતી, પરંતુ તેની પાસે અન્ય પ્રોજેક્ટસ હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઉત્સાહ દાખવ્યો નહીં. આ બાદ તેણે જ શાહરુખનું નામ સૂચવ્યું હતું, પરંતુ કિંગ ખાને પણ ફિલ્મ માટે ના કહી. તેથી હાલ વિકીનું નામ સંભળાય છે. વળી વિકીના અભિનયના ચારેકોર વખાણ થઇ રહ્યા છે. તેથી ફિલ્મસર્જકો તેને લેવાનો વિચાર કરી રહ્યા છે.