ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી દિલ્હી પહોંચ્યા હતા. મુલાકાત પછી કરીનાએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતુંઃ મારા દાદા અને લેજન્ડરી રાજ કપૂરના અસાધારણ જીવન અને વારસાની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપતા ગૌરવ અનુભવીએ છીએ.’ રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની 10 આઈકોનિક ફિલ્મો 40 શહેરોના 135 થિયેટરમાં દર્શાવાઇ હતી. આ પ્રસંગે કરીના, કરિશ્મા, નીતુ સિંહ, આલિયા, રાજ કપૂરની પુત્રીઓ, રણબીર, સૈફ અલી અને નિખિલ નંદા હાજર રહ્યા હતા.