જાણીતા ફિલ્મકાર રાજકુમાર હિરાણી અકસ્માતગ્રસ્ત થયા છે. તેઓ પોતાની કંપનીના કર્મચારીએ લીધેલી નવી જ રોયલ એનફિલ્ડ બાઇક પરથી પડી જતાં રાજકુમાર હિરાણીનું જડબું ભાંગ્યું છે. આ ઉપરાંત હડપચીમાં પણ ઈજા થઇ છે. જોકે, સારવાર બાદ તે જોખમમાંથી બહાર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું. ૧૧ ઓગસ્ટે સવારે બાવન વર્ષીય રાજકુમારે તેમના એક કર્મચારીએ લીધેલી નવી જ રોયલ એનફિલ્ડ બુલેટ ચલાવવા માટે લીધી હતી. બુલેટની સ્પીડ ઓછી હતી, પરંતુ વજનને કારણે તેઓ પડી ગયા હતા. તેમને જડબામાં ફ્રેક્ચર થયું છે અને હડપચીમાં ઈજા પહોંચી છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, સર્જરી પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેતા આમિર ખાને પણ હોસ્પિટલમાં તેમની ખબર પૂછી હતી.