રાજસ્થાનમાં મેરેજ એનિવર્સરી ઉજવતા વિક્કી-કેટરિન પહોંચ્યાં

Thursday 19th December 2024 03:49 EST
 
 

કેટરિના કૈફ અને વિકી કૌશલ એવા સ્ટાર કપલમાંથી છે જેને વેકેશન માણવાનો ખૂબ જ શોખ છે. ખાસ પ્રસંગોએ બંને એકબીજા સાથે સમય વિતાવવા મુંબઈ કે દેશની બહાર જાય છે. તાજેતરમાં આ કપલ તેની થર્ડ મેરેજ એનિવર્સરી સેલિબેટ કરવા રાજસ્થાન પહોંચ્યું હતું. એક્ટ્રેસે વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. કેટરિના - વિકી કેટલાક વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2021માં 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. કપલે અગાઉ પણ રાજસ્થાનમાં મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. કેટરિના કૈફ અને વિકી કૌશલે થર્ડ મેરેજ એનિવર્સરી પાલીના જવાઈ ડેમ ખાતે ઉજવી હતી. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર જંગલ સફારીના ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં એક્ટ્રેસે યલો ટેન્ક ટોપ પહેયું છે. જ્યારે અન્ય તસવીરોમાં તેણે સિંહ-ચિતા સહિતના અન્ય જંગલી પ્રાણીઓ, સફારી અને ફાયર ટેન્ટની ઝલક શેર કરી છે. એક તસવીરમાં તે તેના પતિ વિકી કૌશલ સાથે ચિયર્સ કરતી પણ જોવા મળતી હતી. તસવીરો શેર કરતી વખતે કેટરિનાએ કેપ્શનમાં લખ્યુંઃ ‘48 કલાક જંગલમાં વિતાવ્યાં...’
અગાઉ, કેટરિના કૈફે પતિ વિકી કૌશલ સાથેની તેની સફરની એક તસવીર શેર કરીને રોમેન્ટિક અંદાજમાં મેરેજ એનિવર્સરી પર શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે લખ્યું હતુંઃ ‘દિલ તુ, જાન તુ.’ વિકી કૌશલ બ્લેક ટી-શર્ટ અને કેપમાં હેન્ડસમ લાગતો હતો. કેટરિના કૈફ છેલ્લે સસ્પેન્સ થ્રિલર ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. તે ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળી શકે છે. જોકે હજુ સુધી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ નથી. આ દરમિયાન વિકી કૌશલ આગામી ફિલ્મ ‘છાવા’માં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter