કપૂર ખાનદાનના ઘણા સભ્યો વારંવાર વિવિધ મુદ્દે મીડિયામાં ચમકતા રહે છે. પરંતુ આ વખતે રાજ કપૂરના પુત્ર અને ઘણા વખત ચર્ચામાં નથી તેવા રાજીવ કપૂરના નામે વિવાદ થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીવ કપૂરે મલેશિયાથી ભારત પરત આવતી વખતે ફ્લાઇટમા ધમાલ મચાવી હતી. તે અહીં આઇફાના એવોર્ડ સમારંભમાં હાજરી આપવા આવ્યો હતો. રાજીવ નશામાં ધૂત હતો અને માંડમાંડ તે બિઝનેસ ક્લાસની સીટ પર બેઠક લઇ શક્યો હતો
સૂત્રો કહે છે કે, ‘રાજીવે એટલો દારૂ પીધો હતો કે ક્રુને પણ રાજીવને સંભાળવામાં મુશ્કેલી થતી હતી. એટલું જ નહીં અન્ય મુસાફરોને પણ અસુવિધા થઇ હતી. અંતે કંટાળીને ઇકોનોમી ક્લાસમાં બેઠેલા તેના સહાયકને બોલાવીને રાજીવને શાંત પાડવાની તેમ જ વારંવાર ખબર કાઢવાની સૂચના આપી હતી.’
સૂત્રે વધુમાં જણાવ્યુ હતું કે, ‘રાજીવે ચિક્કાર દારૂ પીધો હતો. તે લથડિયા ખાતો હતો અને મુંબઇ એરપોર્ટ પર પણ વ્યવસ્થિત ઊભો નહોતો રહી શકતો. તેથી ક્રુએ પહેલેથી તેના સહાયકને તાકીદ કરી હતી કે, રાજીવને મદદ કરવી જેથી તે વ્યવસ્થિત રીતે બહાર જઇ શકે. જોકે વાત આટલેથી ન અટકતાં એરપોર્ટની લોબીમાં જ હિન્દીમાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જોકે રાજીવે આ મુદ્દે કોઇ ખુલાસો કર્યો નથી.