સુપર સ્ટાર સ્વ. રાજેશ ખન્નાનો મુંબઇનો ‘વરદાન આશીર્વાદ’ નામનો બંગલો તોડીને તેના સ્થાને એક ઊંચી ઇમારત નિર્માણ પામશે. મેંગ્લૂરુના બિઝનેસમેન શશી કિરણ શેટ્ટીએ આ બંગલો ઓગસ્ટ-૨૦૧૪માં રૂ. ૯૫ કરોડમાં ખરીદ્યો હતો. તેઓ હવે આ બંગલો તોડીને એક બિલ્ડીંગ બનાવી રહ્યાં છે.
આ બંગલો ખન્ના પહેલાં સ્વ. અભિનેતા રાજેન્દ્રકુમારે ખરીદ્યો હતો. રાજેન્દ્રકુમારે પછી તેને રાજેશ ખન્નાને રૂ. ૩.૫ લાખમાં વેચ્યો હતો. રાજેન્દ્રકુમાર માટે આ બંગલો અપશુકનિયાળ સાબિત થયો હતો. કારણ કે, ત્યાં રહેવા ગયા બાદ તેમની ફિલ્મો ફ્લો જવા જતી હતી. જ્યારે રાજેશ ખન્ના આ બંગલામાં રહેવા આવ્યા પછી તેની ૧૫ ફિલ્મો સુપરહિટ થઇ હતી.
બંગલાનું નામ નહીં બદલાય
શશીકિરણ શેટ્ટીનું કહે છે કે, ‘અહીં ભલે બંગલાના સ્થાને મલ્ટિસ્ટોરી બિલ્ડીંગ બને પણ હું તેનું નામ નહીં બદલું. આ બંગલો ૬૫૦૦ વર્ગફૂટમાં ફેલાયેલો છે. નવું બિલ્ડીંગ ત્રણ-ચાર માળનું હશે અને ૧૮ મહિનાના સમયગાળામાં અમે આ બંગલામાં શિફ્ટ થઈશું.