રામચરણ, કરણ જોહર, મણિરત્નમ્ ઓસ્કર એકેડમીના સભ્ય બનશે

Monday 10th July 2023 06:16 EDT
 
 

એકેડમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ આર્ટ્સના નવા 398 સભ્યોમાં ભારતમાંથી કરણ જોહર, મણિરત્નમ્, ફિલ્મ ‘આરઆરઆર’ના હિરો રામચરણ અને જુનિયર એનટીઆર ઉપરાંંત સંગીતકાર એમ.એમ. કિરવાણી, ગીતકાર ચન્દ્રા બોઝ તથા અન્યોનો સમાવેશ થાય છે. એકેડમી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં ઓસ્કર વિજેતા ડોક્યુમન્ટ્રી ‘ઓલ ધેટ  બ્રીધ્સ’ના ફિલ્મસર્જક શોનક અને ‘આરઆરઆર’ના સિનેમેટોગ્રાફર કે.કે. સેંથિલ કુમાર  સહિત અન્યોના નામ છે. ઓસ્કર એકેડમીમાં હાલ 10,000થી વધારે સભ્યો છે. તેમને ઓસ્કર એવોર્ડ માટે નોમિની નક્કી કરવાના વોટિંગ રાઈટ્સ ઉપરાંત અન્ય કેટલાક વિશેષાધિકારો મળતા હોય છે. મોટા ભાગે સિનેમાની દુનિયાના પ્રતિભાશાળી કલાકારો, સર્જકો ઉપરાંત અન્ય ક્રૂને પણ તેમાં સામેલ કરવામાં આવતા હોય છે.  કિ હુઈ ક્વાન તથા ટેલર સ્વીફ્ટ જેવા વિદેશ કલાકારોને પણ આ વર્ષે નવા સભ્ય તરીકે જોડવામાં આવ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter