રિચા ચઢ્ઢા - અલી ફૈઝલને ત્યાં પારણું બંધાયું

Thursday 25th July 2024 06:11 EDT
 
 

રિચા ચઢ્ઢા અને અલી ફૈઝલ એક બાળકીનાં માતાપિતા બન્યાં છે. રિચાએ 16 જુલાઈએ એક બાળકીને જન્મ આપ્યો છે. એક સંયુક્ત જાહેરાતમાં રિચા - અલીએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં બાળકીને આવકારતાં અમે અપાર હર્ષ અનુભવી રહ્યાં છીએ. અમારાં બંનેના પરિવારોમાં આનંદ ફેલાયો છે. બાળકી એકદમ સ્વસ્થ હોવાનું પણ તેમણે પોસ્ટમાં જણાવ્યું છે. રિચા અને અલી ફૈઝલ ‘ફુકરે’ ફિલ્મનાં શુટિંગ વખતે પ્રેમમાં પડયાં હતાં. તે પછી તેમણે કેટલીક ફિલ્મો તથા વેબ શોમાં સાથે કામ કર્યું હતું. તેમણે 2020માં જ લગ્ન કરી લીધાં હતાં. જોકે તે સમયે કોવિડ મહામારીને કારણે બે વર્ષ સુધી તેમણે લગ્નજીવનની કોઈ ઉજવણી કરી ન હતી. ગત ફેબ્રુઆરીમાં રિચાએ જાહેર કર્યું હતું કે તે માતા બનવાની છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter