મુંબઈ: કોરોનાની સામેના જંગમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. ડાકટર્સ, પોલીસ, સફાઇ કર્મચારીઓ જવાબદારીથી પોતાની ડયુટી કરી રહ્યા છે. તેવામાં રિતિક રોશને એક ઉત્તમ પગલું ભર્યું છે. આર્થિક મદદ બાદ હવે તેણે મુંબઇ પોલીસને હેન્ડ સેનેટાઇઝર મોકલ્યા છે. મુંબઇ પોલીસે સોશિયલ મીડિયા પર રિતિકનો આભાર માન્યો છે. મુંબઇ પોલીસે લખ્યું છે કે, રિતિક રોશન અમે તમારા આભારી છીએ કે, તમે ડયૂટી પર રહેલા મુંબઇ પોલીસ માટે હેન્ડ સેનેટાઇઝર્સ મોકલ્યા છે. ફ્રન્ટલાઇન વોરિયર્સના સ્વાસ્થય અને સુરક્ષાનો ખ્યાલ રાકવા માટે ધન્યવાદ. રિતિકે આનો પ્રત્યુતર આપતાં કહ્યું છે કે, અમારી પોલીસ ટીમનો આભાર, જેમણે અમારી સુરક્ષાને પોતાના હાથમાં લીધી છે. સુરક્ષિત રહો. પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા અધિકારીઓને મારો પ્યાર અને સમ્માન...