રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં કંગના કહેતી દેખાય છે કે, મેં સાચે જ એ વ્યક્તિને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ એ વ્યક્તિને લખેલી અંગત વાતો તેણે ઈન્ટરનેટ પર નાંખી. ત્યારે લાગ્યું હતું કે હું સેકન્ડ ડેથમાંથી પસાર થઈ રહી છું. કંગના શોમાં કહેતી દેખાઈ કે, તેને (રિતિક રોશન)ને અહીં બોલાવો અને પૂછો. કેમ કે, મેં નોટિસ મોકલી નહોતી. મેં બહુ બદનામી સહન કરી. હું અનેક રાતો રડી. મેં મેન્ટલ અને ઈમોશનલ સ્ટ્રેસનો સામનો કર્યો છે. મારા નામે એ બકવાસ ઈ-મેઈલ્સ રિલીઝ કરવા બદલ તેણે માફી માગવી જોઈએ. નોંધપાત્ર છે કે રિતિક અને કંગના વચ્ચેની લડાઈથી સૌ કોઈને આંચકો લાગ્યો હતો. લાંબો સમય બંનેએ એકબીજા વિરુદ્ધ આક્ષેપો કર્યાં હતાં. આખરે આ લડાઈનો અંત આવ્યો હતો. મુંબઈ પોલીસના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટે આ પ્રકરણમાં નીલ રિપોર્ટ સબમિટ કર્યો છે. ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશનમાં જાણી શકાયું નથી કે, [email protected]થી કંગનાને કોઈ મેઈલ્સ મોકલ્યા હતા. કંગનાએ રિતિક રોશન પર એ આક્ષેપ મૂક્યો હતો કે રિતિકે તેને કેટલાક પ્રાઈવેટ અને રોમેન્ટિક ઈ-મેઈલ્સ કર્યા હતા જ્યારે રિતિકે આ એક્ટ્રેસના આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે, તેણે આવો કોઈ ઈમેઈલ મોકલ્યો જ નહોતો. બ્લકે કોઈ છેતરપિંડી કરનારાની એ હરકત હશે.