રિતેશ-જેનિલિયાને રતન ટાટાની શીખ

Sunday 20th October 2024 02:49 EDT
 
 

રતન ટાટાના નિધન પર સોશિયલ મીડિયા પર ફિલ્મી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે. હવે રિતેશ દેશમુખે એક જૂનો પ્રસંગ યાદ કરી રતન ટાટાને આગવી શ્રદ્ધાંજલિ આપી છે. વાસ્તવમાં રિતેશ-જેનિલિયા લગ્ન બાદ રોમ હનીમૂન મનાવવા ગયા હતા અને ત્યાં તેમને રતન ટાટા મળી ગયા હતાં. રિતેશ કહે છે કે રોમની હોટેલમાં બ્રેકફાસ્ટ ટેબલ પર અમે ટાટા સરને જોયા. મેં તેમને મળીને તેમને મારી ઓળખાણ આપવાની હિંમત કરી પણ જેવો હું તેમની પાસે ગયો કે તરત તેમણે કહ્યું કે ‘હેલો રિતેશ...’ એટલું જ નહીં, બિઝી હોવાના કારણે લગ્નમાં નહીં આવવા બદલ દિલગીરી પણ વ્યક્ત કરી હતી. જ્યારે મેં કહ્યું કે મારી સાથે જેનિલિયા પણ છે તો તેમણે પૂછયું કે ક્યાં છે તે? મેં તરત જેનિલિયા તરફ જોયું અને કહ્યું કે તે અમારી પાસે આવે... જોકે આ દરમિયાન રતન ટાટા ઝડપથી પોતાની જગા પરથી ઊભા થઇને તેની પાસે પહોંચી ગયાં. તેમના શબ્દો હતાં કે ‘ક્યારેય પણ લેડીને ચલાવો નહીં, ખુદ જઈને તેને હેલો કહો...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter