મોટા પુત્રના જન્મના દોઢ વર્ષ પછી રિતેશ દેશમુખ ફરીવાર પિતા બન્યો છે. રિતેશની પત્ની જેનેલિયાએ બીજા પુત્રને જન્મ આપ્યો છે. રિતેશે ટ્વિટર પર તેના મોટા પુત્ર રિઆનનો ફોટો શેર કરીને રિઆન તરફથી લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, મારી આઈ અને બાબાએ મને ભેટમાં નાનો ભાઈ આપ્યો છે. હવે મારાં બધાં રમકડાં તેના છે. નોંધનીય છે કે એક દિવસ અગાઉ જ જેનેલિયાએ તેનો રિતેશ સાથેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે બેબી બમ્પ સાથે દેખાઈ હતી. ફોટો સાથે તેણે લખ્યું હતું, ભગવાન તમારો આભાર.