રિશી-નીતુની જોડી ફરી રૂપેરી પડદે જોવા મળશે

Wednesday 27th November 2019 05:15 EST
 
 
મુંબઈ: રિશી કપૂર ન્યૂ યોર્કમાં સારવાર બાદ હવે સાજા થઈ ગયા છે. એક તરફ રિશી કપૂર અને નીતુના દીકરા રણબીર કપૂરની આલિયા ભટ્ટ સાથે લગ્નની તૈયારીની વાતો ચાલી રહી છે ત્યારે બીજી તરફ બોલિવૂડમાં ચર્ચા છે કે રિશી-નીતુની જોડી ફરી સ્લિવર સ્ક્રીન પર એન્ટ્રી કરી રહી છે. બંગાળી ફિલ્મ ‘બેલા સેશે’ની હિંદી રિમેકમાં બંને સાથે દેખાશે. એવું કહેવાય છે. બંગાળી ફિલ્મનું દિગ્દર્શન નંદિતા રોય શિબોપ્રસાદ મુખર્જીએ કર્યું હતું. રિશી - નીતુ છેલ્લે પુત્ર રણબીર કપૂર અભિનિત ફિલ્મ ‘બેશરમ’માં સાથે દેખાયા હતા. બંનેએ પ્રથમ વખત વર્ષ ૧૯૭૪માં આવેલી ફિલ્મ ‘ઝહરીલા ઇન્સાન’માં સાથે કામ કર્યું હતું. એ પછી ૧૯૮૦ની ફિલ્મ ‘ધન દૌલત’માં સાથે દેખાયા પછી નીતુ કપૂરે બ્રેક લીધો હતો.
શો બિઝમાં આવેલી વાત પ્રમાણે બંગાળી ફિલ્મ ‘બેલા સેશે’માં સૌમિત્ર ચેટર્જીએ નિભાવેલી ભૂમિકા રિશી કપૂર ભજવશે અને સ્વાતિલેખા સેનગુપ્તાએ ભજવેલું પાત્ર હિન્દી ફિલ્મમાં નીતુ કપૂર ભજવશે. આ ફિલ્મ વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા યુગલની છે, જેમના દાંપત્ય જીવનમાં ઘણા સપનાં અધૂરા રહી ગયા છે અને ૪૦ વરસના લગ્નજીવન બાદ તેઓ છુટા પડે છે. સૌમિત્રની ઇચ્છા હતી કે પોતે ભજવેલી ભૂમિકા અમિતાભ બચ્ચન ભજવે જોકે પછીથી રોલ માટે નાના પાટેકરે ફિલ્મ સાઇન પણ કરી હતી, પણ મીટુ વિવાદમાં સપડાયા પછી નાના આ ફિલ્મથી દૂર થયા હતા.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter