અમિતાભે કહ્યું હતું કે, બાલ્કી તેમને અને રેખાને સાથે લઇને એક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. મહત્ત્વનું છે કે, ‘શમિતાભ’માં પણ અમિતાભ અને રેખા બંનેએ કામ કર્યું છે પરંતુ આ ફિલ્મમાં તેઓ સાથે દેખાશે નહીં, કારણ કે, ફિલ્મમાં એક પણ સીન બંનેએ સાથે ભજવ્યો નથી. અગાઉ એવી વાતો થતી હતી કે, આ ફિલ્મમાં બંને સાથે જોવા મળશે પરંતુ ફિલ્મનાં ટ્રેલરનાં લોન્ચ વખતે અમિતાભે ખુલાસો કરી જણાવ્યું કે, આ ફિલ્મમાં દર્શકો તેમને રેખા સાથે જોઈ શકશે નહીં, કારણ કે, રેખાએ આ ફિલ્મમાં તેમની સાથે એક પણ સીન ભજવ્યો નથી.