રેખાના સેંથામાં સિંદૂર જોઈને લોકોને ઘણા વિચાર આવે છે. તેના દાંપત્યજીવનના ભેદની પણ ભારે ચર્ચા થાય છે. એક સમયે રેખાને અમિતાભ બચ્ચન સાથે સંસાર માંડવાની ઈચ્છા હતી તે વાત સહુ જાણે છે. પરંતુ તેનું રહસ્ય હવે બહાર આવી રહ્યું છે. લોકપ્રિય ટીવી શ્રેણી ‘મહાભારત’માં દુર્યોધનની ભૂમિકા ભજવનારા અને ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય આપનારા પુનિત ઈસ્સારની પત્ની દીપાલીએ વિસ્ફોટક ખુલાસો કર્યો છે. દીપાલી કહે છે કે રેખા તેના સેંથામાં અમિતાભના નામનું સિંદૂર પૂરે છે.
રેખાના સેંથાના સિંદૂર અંગે અગાઉ અનેક ચર્ચાઓ થઈ છે પરંતુ તે વિશે કોઈએ સ્પષ્ટ બોલવાની હિંમત નહોતી કરી.
થોડા સમય પહેલા બિગ બોસ-આઠના ઘરમાં રેખા તેની નવી ફિલ્મના પ્રમોશન માટે ગઈ ત્યારે પુનિત સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ વખતે અમિતાભને પેટમાં જે ગંભીર ઈજા પહોંચી તે વખતે પુનિત ઈસ્સરે અમિતાભ પર હુમલાનું દૃશ્ય ભજવવાનું હતું અને સીનના શૂટિંગ વખતે અમિતાભ ઘવાયા હોવાથી રેખા પુનિતથી ખૂબ નારાજ છે. રેખા આજે પણ પુનિતને તે ઘટના માટે દોષિત માનતી હોવાથી તેણે બિગબોસમાં પણ પુનિત સાથે વાત કરવાનું ટાળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.