બોલિવૂડના મોસ્ટ એલિજીબલ બેચલર સલમાન ખાનના લગ્નની વાતો હંમેશા ચર્ચામાં રહે છે, પણ આ દરમિયાન ખબર એવી આવી છે કે સલમાન તેની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂર સાથે રોમમાં લગ્ન કરી ચૂક્યો છે. રોમના એક સમાચાર પત્રે આ દાવો કર્યો છે. કેટલાક સમાચાર પત્રોમાં હવે લૂલિયાને ‘ડોઅમ્મા ખાન’ એટલે કે ‘મિસિઝ ખાન’ના નામથી જ સંબોધવામાં આવી રહી છે.
રોમની મોડલ લૂલિયા સલમાન, તેના મિત્રો તેમજ ખાન પરિવાર સાથે ખૂબ જ ઘનિષ્ટતા ધરાવે છે. લૂલિયા ઘણી વાર સલમાન અને તેના પરિવાર સાથે પાર્ટીઓ અને ફિલ્મ્સના સ્ક્રીનિંગમાં સાથે નજર આવી ચૂકી છે.