રોમેન્ટિક-કોમેડી ફિલ્મ કટ્ટી બટ્ટી

Saturday 19th September 2015 07:59 EDT
 
 

માધવ કાબરા (ઇમરાન ખાન) સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેને પોતાના કામ સાથે નિસ્બત છે. આર્કિટેક્ટ એવા માધવના જીવનમાં પાયલ (કંગના રાણાવત)નો પ્રવેશ થાય છે. પાયલ જીવનને અલગ નજરથી જોવે છે. તે જિંદગીમાં વર્તમાન સમયને મહત્ત્વ આપે છે અને પોતાને પસંદ ન હોય તેવી બાબતો સાથે જોડાવવાનું ઇચ્છતી પણ નથી. પાયલનો આ પ્રકારનો સ્વભાવ માધવ આવકારે છે અને તે ધીરે-ધીરે પાયલ તરફ આકર્ષાય છે. પાયલ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર નથી એટલે માધવ પણ તેની સાથે મૈત્રી કરારથી રહેવાનું શરૂ કરે છે. જોતજોતા તેઓ પાંચ વર્ષ સાથે ગાળે છે. માધવને એમ હતું કે તે આ સમય દરમિયાન પાયલને લગ્ન માટે તૈયાર કરી લેશે, પણ તેમની વાત આગળ વધે તે અગાઉ જ બંને વચ્ચે ગેરસમજ ઊભી કરનારી એક ઘટના ઘટે છે. માધવથી નારાજ થયેલી પાયલ તે ઘરમાંથી નીકળી જાય છે. હવે બંને ફરીથી એકલા થઇ જાય છે. જોકે, તેમના સાથે રહેવાથી તે બંનેમાં એક પરિવર્તન આવ્યું છે. માધવ જીવનને પાયલની નજરથી જોવે છે, તો બીજી તરફ પાયલ પણ માધવની વિચારધારા અપનાવે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.

------------------------------

નિર્માતાઃ સિદ્ધાર્થ રોય કપૂર

દિગ્દર્શકઃ નિખિલ અડવાણી

ગીતકારઃ કુમાર

ગાયકઃ નીતિ મોહન, સિદ્ધાર્થ મહાદેવન, શંકર મહાદેવન, કરણ મહેતા, મોહન કન્નન વગેરે.

સંગીતકારઃ શંકર મહાદેવન-અહેસાન નૂરાની, લોય મેન્ડોસા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter