આ ફિલ્મની કથા પારિવારિક છે. પારિવારિક જીવન માણવા માટે મહેરા પરિવાર ક્રૂઝમાં વેકેશન કરવા નીકળે છે અને આ સફર દરમિયાન દરેક વ્યક્તિ પોતાનો આત્મા શોધે છે. કમલ મહેરા (અનિલ કપૂર) અને નીલમ મેહરા (શેફાલી શાહ)નાં બે સંતાનો છે. પુત્રી આયેશા મહેરા (પ્રિયંકા ચોપડા) અને પુત્ર કબીર (રણવીર સિંહ) જાહેરમાં તો કહ્યાગરા લાગે છે, પરંતુ માબાપની કોઈ વાત તેમના ગળે ઊતરતી નથી. કમલ-નીલમ ઇચ્છે છે કે કબીર હવે લગ્ન કરી લે, પણ કબીરના વિચારો તદ્દન અલગ જ છે. માતા-પિતા વચ્ચે રોજબરોજ થતી કચકચ અને તેમનું નિરસ લગ્ન જીવન અને બહેન આયેશાનું પણ દાંમ્પત્ય જીવન પણ કબીરે નજીકથી જોયું છે. આથી કબીર લગ્ન નહીં કરવાનો નિર્ણય લે છે. કમલ અને નીલમનું બીજી પરેશાની દીકરી આયેશા છે.
આયેશાના જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી, પરંતુ હકીકત એ છે કે લગ્નજીવનમાં કોઈ ઉત્સાહ પણ નથી. આયેશા હવે પોતાના લગ્ન જીવનનો અંત આણવા ઇચ્છે છે, જેનાથી કમલ-નીલમ નારાજ છે.
આમ્, આ મેહરા પરિવારમાં ક્યાંય આત્મીયતા રહી નથી. એકબીજા સાથે પ્રેમપૂર્વક રહી શકે અને એકમેક માટે આદર-સન્માન અને લાગણી સાથે રહી શકે એવા હેતુથી કમલ મહેરા બધા સાથે વેકેશન પર જવાની તૈયારી કરે છે અને ક્રૂઝમાં ફરવા માટે નીકળે છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.
-----------------
નિર્માતાઃ રીતેશ સિધવાણી, ફરહાન અખ્તર
દિગ્દર્શકઃ ઝોયા અખ્તર
ગાયકઃ ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપરા, શંકર મહાદેવન, વિશાલ દદલાણી, સુખવિંદર સિંહ વગેરે
ગાયકઃ જાવેદ અખ્તર