આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થયેલી જેકી શ્રોફ-મીનાક્ષી શેષાદ્રી અભિનિત ‘હીરો’ની અધિકૃત રીમેક છે. આ ફિલ્મના નિર્માતા પણ સુભાષ ઘાઈ જ છે, આ વખતે તેની સાથે સલમાનખાન પણ છે. આ ફિલ્મ દ્વારા વિતેલા વર્ષના અભિનેતા આદિત્ય પંચોલી અને સુનિલ શેટ્ટીના સંતાનો અનુક્રમે સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીને બોલિવૂડમાં રજૂ કરવામાં આવ્યા છે.
સૂરજ (સૂરજ પંચોલી) મુંબઈમાં રહે છે અને ગેંગસ્ટર છે. એક દિવસ તે રાધા (અથિયા શેટ્ટી)ને મળે છે અને તેનું અપહરણ કરીને તે શહેરની બહાર નીકળી જાય છે. રાધા શરૂઆતમાં તો બહુ જ નાટક કરે છે, પરંતુ પછી તેને ખબર પડે છે કે તેની સુરક્ષા માટે જ તેનું અપહરણ કરવામાં આવ્યું છે. રાધા હવે સૂરજને સહકાર આપે છે, પણ ત્યારે જ સૂરજને માહિતી મળે છે કે રાધાની હત્યા કરવાનું આયોજન થઇ રહ્યું છે. આ ષડયંત્ર જાણી સૂરજ તેને મળેલા આદેશને અવગણીને રાધાને લઇને ભાગી જાય છે. સમય જતાં રાધા અને સૂરજ એકબીજાના ગાઢ પ્રેમમાં પડે છે, પણ તેમના અનેક દુશ્મનો પણ ઊભા થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
------------------------
દિગ્દર્શકઃ નિખિલ અડવાણી
સંગીતકારઃ સચિન-જિગર, અમાલ મલિક, મીત બ્રધર્સ અંજાન, જસ્સી કત્યાલ
ગાયકઃ રાહતફતેહ અલી ખાન, સલમાનખાન, ભૂમિ ત્રિવેદી, મોહિત ચૌહાણ, પ્રિયા પંચાલ વગેરે
ગીતકારઃ નિરંજન આયંગર, કુમાર
શૂટિંગ લોકેશન્સઃ હિમાચલ પ્રદેશ, પેરિસ અને રોમાનિયા