પ્રેગ્નન્ટ સોહા અલી ખાન પતિ કુણાલ ખેમૂની સાથે લંડનમાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. સોહા હોલિડે માણવા માટે લંડન પહોંચી છે. તાજેતરમાં જ કુણાલે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં સોહા પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં બંને લંડનની એક સ્ટ્રીટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. સોહાને હાલ ત્રણ મહિનાની પ્રેગ્નન્સી છે. થોડાક સમય પહેલા તેણે ઇન્સ્ટ્રાગામ પર કુણાલની સાથે એક ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, 'તમામ પતિઓએ મા બનનાર પત્નીઓની કુણાલની જેમ કેર કરવી જોઇએ.' આમ જોઇએ તો ભાભી કરીના કપૂર ખાનના પગલે ચાલી રહી છે. જેવી રીતે કરીનાએ પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરતા બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો, એવું જ સોહાએ કર્યું છે.