મુંબઈઃ અભિનેતા સૈફઅલી ખાન અને તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર બેબી બોયના માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. અહેવાલ મુજબ બંનેએ લંડનમાં બાળકનું લિંગ પરીક્ષણ કરાવ્યું હતું. ડોક્ટરો મુજબ કરીના ડિસેમ્બરમાં મા બનશે અને તેના ઉદરમાં વિકસી રહેલું બાળક દીકરો છે.
ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો પહેલાં આ દંપતી લંડનના રસ્તાઓ પર વોક કરતાં જોવા મળ્યું હતું. અહેવાલો મુજબ તાજેતરમાં કરીના અને સૈફ લંડન ગયા હતા, જ્યાં લિંગ પરીક્ષણ પછી ડોક્ટરોએ કહ્યું હતું કે, કરીનાના બેબી બોયની માતા બનશે. ભારતમાં લિંગ પરીક્ષણ ગેરકાયદેસર છે, પણ લંડનમાં નથી.
છેલ્લા ઘણા દિવસોથી કરીના તેની સગર્ભાવસ્થાને લઈને ખબરોમાં છે. શરૂઆતમાં તેણે પ્રેગનેન્ટ હોવાની ખબરોનો ઈનકાર કર્યો હતો, પણ પછીથી સૈફે જાતે જાહેરમાં કબૂલ્યું હતું કે કરીના ગર્ભવતી છે અને આ વર્ષે ડિસેમ્બરમાં તે પિતા બની જશે. કરીના આજકાલ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સંજોગોવસાત આ ફિલ્મમાં કરીના ગર્ભવતી સ્ત્રીની ભૂમિકામાં જ જોવા મળશે.