લંડનમાં વિકીનો બર્થડે સેલિબ્રેટ કરતી કેટરિના

Wednesday 22nd May 2024 08:44 EDT
 
 

અભિનેતા વિકી કૌશલે 16 મેના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે અભિનેત્રી પત્ની કેટરિના કૈફે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઉજવણીની પોસ્ટ શેર કરી હતી. આ તસવીરો લંડનની એક રેસ્ટોરાંની છે જ્યાં કેટરિનાએ વિકીનો જન્મદિવસ ઊજવ્યો હતો. તસવીરોમાં વિકી ભારે દાઢીવાળા લૂકમાં રેસ્ટોરાંના ડિનર ટેબલ પર બેઠેલો જોવા મળે છે. એક તસવીરમાં તેની સામે એક પ્લેટમાં કેક જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેન્ડલ અને કેકની ઈમોજી બનાવી છે. કેટરિના ઉપરાંત વિકીના પિતા એક્શન ડિરેક્ટર શામ કૌશલ અને ભાઈ સની કૌશલે પણ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વિકીનો ફોટો શેર કરતાં પિતાએ લખ્યું, ‘હેપ્પી બર્થ ડે દીકરા, તને પ્રેમ કરું છું અને તારા પર ગર્વ છે. આ સાથેનો ફોટો વર્ષ 2001માં ફિલ્મ ‘અશોકા’ના સેટ પર લેવાયો હતો. કોને ખબર હતી કે 23 વર્ષ પછી તમે પણ ‘છાવા’ માટે લડશો.’ પરિવારજનો ઉપરાંત સારા અલી ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, રશ્મિકા મંદાના અને કૃતિ સેનન સહિત ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા વિકીને શુભેચ્છા પાઠવી હતી. વિકીની આગામી ફિલ્મો ‘છાવા’ અને ‘બેડ ન્યૂઝ' છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter