ઈલિયાના ડિક્રુઝે વધુ એક વખત પોતાના લગ્ન અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવાનો ઈનકાર કર્યો છે. આ વિશે પૂછાતાં જ તે નારાજ થઈને કહે છે કે મારા વિશે ભલે ગમે તેવી વાતો ફેલાવો પણ મારા પાર્ટનર વિશે કોઈએ બકવાસ કરવો નહીં. ઈલિયાનાએ પહેલાં પોતાની પ્રેગનન્સી જાહેર કરી હતી. બાદમાં તેણે પોતાનો પાર્ટનર માઈકલ ડોલાન હોવાનું જાહેર કર્યું હતું. જોકે, બંનેએ લગ્ન કરી લીધાં છે કે કેમ તે વિશે સતત અટકળો સેવાય છે. આ વિશે પૂછાતાં તેણે કહ્યું હતું કે પોતે અંગત જિંદગીની અમુક બાબતોની જાહેર ચર્ચા ઈચ્છતી નથી. માઇકલ સાથેના લગ્નની વાત હું રહસ્ય રાખવા માંગુ છું.