લગ્નજીવનમાં ખુશી માટે જરૂરી છે એડજસ્ટમેન્ટ: રણબીર કપૂર

Saturday 03rd August 2024 07:59 EDT
 
 

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિટ અને ક્યૂટ કપલની યાદીમાં મોખરે ગણાય છે. આ જોડીને પ્રશંસકો ખૂબ પસંદ કરે છે. ઓનસ્ક્રીન હોય કે ઓફસ્ક્રીન હોય, પરંતુ રણબીરની કેમેસ્ટ્રી હંમેશા પસંદ કરવામાં આવે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે થોડા વર્ષ ડેટિંગ કરીને 2022માં લગ્ન કરી લીધા હતા. તે લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન કર્યા પછી દંપતી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથોસાથ મેરિડ લાઇફને પણ સારી રીતે મેનેજ કરે છે. આ દરમિયાન રણબીરે એક મુલાકાતમાં જણાવ્યું છે કે લગ્ન પછી દરેક કપલની જેમ તેને પણ કેટલીક બાબતમાં સમાધાન કરવા પડ્યા છે.
રણબીર કપૂરે તાજેતરમાં નિખિલ કામથ સાથેની વાતચીતમાં પોતાના લગ્નજીવન વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘લગ્ન પછી જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડે છે. પોતાની પર્સનાલિટીને છોડવી પડે છે. હું અને આલિયા એકબીજા સાથે તાલમેલ બેસાડી રહ્યા છીએ. જેથી બંને સાથે રહેવા યોગ્યતા કેળવી શકીએ. લગ્નજીવનમાં એડજસ્ટ કરવું જ પડે છે. આલિયા પણ એડજસ્ટ કરી રહી છે. લગ્નજીવનમાં પરસ્પરની ખુશી માટે સમાધાન જરૂરી છે. બંને એકબીજાને જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપમાં એકબીજાને પસંદ કરે તે જરૂરી નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter