કરણ જોહરના ધર્મા પ્રોડકશન હાઉસની મહત્ત્વાંકાક્ષી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો લોગો આખરે ચાહકોની સામે આવ્યો છે. મોશન પોસ્ટરમાં સંગીત અને સંવાદનો ઉપયોગ કરાયો છે. રણવીર કપૂર સવાલ કરે છે કે, ક્યા એસા કોઈ અસ્ત્ર હૈ જો ટુકડો મેં હૈ, લેકિન ઉસે જોડ દે તો ગોલ હૈ ઔર ઉસ પર એક નિશાન ભી હૈ? એ પછી અમિતાભના અવાજમાં જવાબ મળે છે કે, હમારા ગુરુ, હમારે ઇતિહાસ કી શાન, જિસમેં હમારે પૂરે શાસ્ત્ર કે અસ્ત્ર કી શક્તિ ભરી હુઈ હૈ. આ પછી આલિયા પૂછે છે કે, યે કોન સા અસ્ત્ર હૈ? જવાબ મળે છે સારેં અસ્ત્રોં કા દેવતા બ્રહ્માસ્ત્ર.