લીઝા હેડને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. તેણે ખ્રિસ્તી રીત રસમથી લગ્ન કરી લીધા છે. દિવાળીમાં તેણે પોતાની લગ્નની તસવીર શેર કરીને ફેન્સને ભેટ આપી છે. લીઝા અને તેનો પતિ ડીનો એકબીજાને લાંબા સમયથી ડેટ કરે છે. આ કપલે દિવાળીના દિવસે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં તેમણે લગ્ન કર્યા છે. ડિઝાઇનર માલિની રમણે પણ લીઝાના લગ્નના ફોટો સોશિયલ વેબસાઇટ પર શેર કર્યા છે. લીઝા તેમાં ખૂબ જ ખુશ નજરે પડે છે.