ફિલ્મ સ્ટાર સલમાન ખાને શુક્રવારથી બિગ બોસ 18નું શૂટીંગ પર ફરી શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના રાજકીય અગ્રણી અને દિલોજાન દોસ્ત બાબા સિદ્દીકીની જાહેર હત્યા પછી સલમાન ખાન પ્રથમ વાર બિગ બોસના લેટેસ્ટ એપિસોડના ટીઝરમાં નજરે પડ્યો છે. અંડરવર્લ્ડ માફિયા લોરેન્સ બિશ્નોઇની ગેંગ દ્વારા સતત મળી રહેલી ધમકીના પગલે સલમાન ખાન સેટ પર 60 જેટલા સુરક્ષાકર્મી સાથે જોવા મળ્યો હતો. સ્ટુડિયોના પરિસરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. આધાર કાર્ડથી વેરિફિકેશન કર્યા વગર કોઈ બહારની વ્યક્તિને અંદર પ્રવેશ અપાયો નહોતો. બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાન ખાનને વાય પ્લસ સુરક્ષા અપાઇ છે. તેના કાફલાને પોલીસ એસ્કોર્ટ અપાયું છે. સાથે સાથે જ સુપરસ્ટાર સલમાને ખુદની સલામતી માટે બુલેટપ્રુફ એસયુવી ખરીદી કરી છે. સલમાને અભેદ કવર ધરાવતું આ વાહન રૂ. 2 કરોડમાં ખર્ચ્યું હોવાના અહેવાલ છે. સલમાનની આ બીજી બુલેટપ્રુફ કાર છે.