દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી પત્ની અમલા સહિત અક્કીનેની પરિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે નાગાર્જુન અને અમલાએ વડાપ્રધાનને દિગ્ગજ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા અને પ્રોડ્યુસર અક્કીનેની નાગેશ્વર રાવનું જીવનકથન રજૂ કરતું પુસ્તક અને મોમેન્ટો ભેટ આપ્યા હતા.