વરુણ ધવનની નતાશા દલાલ સાથે ગાઢ મિત્રતા છે. બન્ને છેલ્લા કેટલાય સમયથી જાહેર સમારંભમાં દેખાય છે. વરુણ હવે નતાશા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવાનું વિચાર્યું છે. આ માટે અભિનેતાએ પોતાની સ્ત્રીમિત્ર સાથે લિવ ઇનમાં રહેવાનો વિચાર કર્યો છે. જોકે, અભિનેતાના પિતા ડેવિડે પુત્રને આમ ન કરવાની સલાહ આપી છે. પિતા-પુત્રએ આ અંગે લાંબી વાતચીત પણ કરી હોવાના અહેવાલ છે.
ડેવિડે વરુણને સમજાવતા કહ્યું હતું કે, પરિવારે નતાશાને આવકારી છે. તેને અને નતાશાના સંબંધોથી કુટુંબમાં કોઈ નારાજ નથી. તો પછી લિવ ઇન રિલેશનશિપ જેવું પગલું ભરવું યોગ્ય નથી. તેના કરતાં તો તેણે નતાશા સાથે લગ્નનો નિર્ણય લેવો જોઈએ. વરુણના આ નિર્ણયમાં ધવન પરિવાર સહર્ષ સંમતિ આપશે. હવે અભિનેતા શું નિર્ણય લેશે એ તો સમય જ દેખાડશે.