અક્ષયકુમાર અને ભૂષણકુમારની વચ્ચેની કડવાશ અંતે દૂર થઇ ગઇ છે. હવે બંને ફરી સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. અક્ષય અને ભૂષણે આ વાતની સ્પષ્ટતા પણ જાહેરમાં કરી છે. બંનેએ જણાવ્યું કે, અમારી વચ્ચે કોઇ સમસ્યા જ નથી. અક્ષયે કહ્યું કે, ભૂષણ થોડા દિવસો પહેલાં મારી ઓફિસે આવ્યો હતો અને અમે એક ફિલ્મ માટે સાથે કામ કરવાની યોજના કરી રહ્યા છીએ. ભૂષણે પણ કહ્યું હતું કે, અમે આજે પણ સારા મિત્રો જ છીએ અને વારંવાર મળતા પણ રહીએ છીએ. અમે એક ફિલ્મમાં સાથે કામ કરવાનું વિચારી રહ્યા છીએ જો બધું યોગ્ય રીતે પાર પડશે તો નવી ફિલ્મની ઘોષણા પણ જલદી જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભૂષણકુમાર પોતાના પિતા ગુલશન કુમારની બાયોપિક બનાવા ઇચ્છે છે.