સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.
તેણે મુંબઈ બોમ્બ વિસ્ફોટના આરોપી યાકુબ મેમણને ફાંસી નહીં આપવાની ટ્વિટ કરી હતી, જેનો ભારે વિરોધ થતાં આખરે તેણે માફી માગવી પડી છે. સલમાને યાકુબને બદલે તેના ભાઈ ટાઇગરને ફાંસી આપવા કહ્યું હતું. સલમાને ટ્વિટર પર જણાવ્યું હતું કે, ‘એક નિર્દોષનું મોત સમગ્ર માણસાઈની હત્યા સમાન છે. ટાઇગર ક્યાંક છુપાઈને બેઠો છે ત્યારે તેના ભાઈને ફાંસી થઈ રહી છે. હું ઘણા દિવસથી આ ટ્વિટ કરવા માગતો હતો પણ ડરને કારણે ચૂપ હતો.’ આમ, યાકુબના બચાવમાં ઊતરેલો બીજા લોકોની નજર ગુનેગાર બની ગયો. તેણે આ મુદ્દે ૨૫ જુલાઇ રાત્રે ૪૯ મિનિટમાં કુલ ૧૪ ટ્વિટ કરી હતી અને યાકુબનો બચાવ કર્યો હતો. જોકે, બીજા દિવસે સાંજ સુધીમાં આ મુદ્દે હોબાળો થતાં તેણે માફી માગી સમગ્ર ટ્વિટ પાછી ખેંચી હતી.