બોલિવૂડમાં પાછલા કેટલાક સમયથી ચર્ચા ચાલે છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ ડેટિંગ કરે છે. આ બંને કલાકારનાં અગાઉ બ્રેક અપ થયાં છે. કેટરિના કૈફ રણબીર કપૂરથી અલગ થયા બાદ ડિપ્રેશનમાં સરી પડી હતી અને ડિપ્રેશનમાંથી માંડ બહાર આવી શકી છે. વિકી કૌશલનું અગાઉ એક ટીવી હિરોઇન સાથે બ્રેક અપ થયાનું કહેવાય છે. વિકી - કેટ પાછલા મહિને દિવાળીની એક પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા. હવે અહેવાલ છે કે બોલિવૂડના આ નવા પ્રેમીપંખીડા નવા વર્ષની ઉજવણી સાથે કરવાની યોજના બનાવી ચૂકયા છે. જોકે હજુ સુધી બંનેએ તેમના સંબંધ વિશે ક્યારેય જાહેરમાં વાત કરી નથી.