અભિનેતા વિકી કૌશલે ફિલ્મ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં આર્મી ઓફિસરનો રોલ ભજવ્યો હતો. હવે તે તેની આગામી ફિલ્મમાં પણ ભારતીય જવાનના પાત્રમાં છે. વિકી કૌશલ ફીલ્ડ માર્શલ સેમ માણેકશોની બાયોપિકમાં કામ કરી રહ્યો છે.
આ ફિલ્મ માટે વિકીએ લૂક ચેન્જની મહેનત કરી છે સાથે સાથે ભારતીય જવાનોના જીવન અંગે પણ અભ્યાસ કરે છે. વિકીએ માટે ૧૪૦૦૦ ફૂટની ઊંચાઈએ ભારત-ચીન બોર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે રહેવાનું નક્કી કર્યું હતું. વિકીએ ભારતીય જવાનો સાથે સમય વિતાવતાં તેમની સાથે રોજિંદા જીવનના ભાગરૂપે રોટલી પણ બનાવી હતી. વિકીએ ભારતીય જવાનો સાથેનો અને રોટલી બનાવતો ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. વિકીની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. ફોટો શેર
કરીને વિકીએ લખ્યું કે, એમણે જીવનમાં પહેલીવાર રોટલી બનાવી છે અને આ રોટલી સૈનિકો માટે છે.