વિકી કૌશલ બોલિવૂડનો યંગ અને લોકપ્રિય વિએક્ટર છે. અનેક ફિલ્મો દ્વારા તેણે અભિનયમાં પ્રશંસા મેળવી છે. બીજાં એક્ટર્સ કરતાં તે વધુ સમર્પિત છે. તાજેતરમાં ફિલ્મ ‘છાવા’ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી અને છેલ્લાં કેટલાંક સમયથી સારવાર લઈ રહ્યો છે. તાજેતરમાં તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં વીડિયો શેર કર્યો છે જેમાં તે હાથમાં પ્લાસ્ટર લગાવીને (આર્મ સ્લિંગ) લગાવીને વર્કઆઉટ કરતો જોવા મળે છે. વિકીએ આર્મ સિલંગ પહેરીને વર્કઆઉટ કરીને ફિટનેસ પર ભાર મૂક્યો. તે પોતાની પીઠ પર વજન મૂકીને ક્રન્ચેઝ કરે છે. આ ઉપરાંત તેણે કેપ્શનમાં લખ્યું, ‘જબ હમ દોડ નહીં સકતે, તો હમ ચલતે હૈ. હમ રૂકતે નહીં હૈ...’ વિકી કૌશલે બીજો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાચની બંધ કેબિનમાં દેખાય છે. આ પોસ્ટનાં ટાઈટલ પર તેણે લખ્યું, ‘110 ડિગ્રી સેલ્સિયસ, રિકવરી મોડ ઓન હૈ.’ વિકી હાલમાં નિર્માણાધીન ફિલ્મ ‘છાવા’માં રશ્મિકા મંદાના હીરોઈન છે. લક્ષ્મણ ઉત્તેકર દિગ્દર્શિત આ પીરિયડ ડ્રામામાં વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર નિભાવી રહ્યો છે. આ ઉપરાંત તે આનંદ તિવારીની ફિલ્મમાં તૃપ્તી ડિમરી અને એમી વિર્ક સાથે દેખાશે.