મુંબઈ: હિન્દી ફિલ્મોની પ્રસિદ્ધ ગાયિકા મુબારક બેગમનું તેમના જોગેશ્વરી ખાતેના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. ૮૦ વર્ષીય ગાયિકા ૧૯૫૦થી ૧૯૭૦ના સમયગાળામાં ગઝલ અને ફિલ્મી ગીતો માટે અત્યંત લોકપ્રિય અને મશહૂર હતા. તેમણે બોલિવૂડના વિખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. અભિનેતા સુનિલ દત્ત, અભિનેત્રી નરગિસ અને અભિનેતા રાજેન્દ્ર કુમાર સાથે પણ અભિનય કર્યો હતો.