ભારતમાં લોકસભા ચૂંટણીની મોસમ ખીલી છે. તેવામાં બોલિવૂડની ઘણી હસ્તીઓ ટિકિટ મેળવીને ચૂંટણી લડવાના છે તો કેટલીક સેલિબ્રિટી તો મતદાન પણ કરી શકશે નહીં કારણ કે તેઓ ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી.
દીપિકા પદુકોણેનો જન્મ કોપનહેગનના ડેન્માર્કમાં થયો છે. તેની પાસે ડેનિશ પાસપોર્ટ છે. તેથી તે ભારતમાં પોતાનો મત આપી શકશે નહીં. આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાથી તે પણ ચૂંટણીમાં મત આપી શકશે નહીં. આલિયાની માતા સોની રાજદાન પાસે પણ બ્રિટિશની નાગરિકતા છે.
અક્ષયકુમાર પાસે કેનેડાની નાગરિકતા છે. તેથી તે પણ ભારતનમાં વોટ કરી શકે નહીં. ઇમરાન ખાન પાસે અમેરિકી પાસપોર્ટ હોવાથી ભારતની ચૂંટણીમાં વોટ કરી શકશે નહીં.