મુંબઇઃ પ્રસિદ્ધ ગણિતજ્ઞ શંકુતલા દેવીના જીવન પર આધારિત ફ્લ્મિમાં તેમની ભtમિકા અભિનેત્રી વિદ્યા બાલન નિભાવશે. શકુંતલા દેવીને ભારતની હ્યુમન કેલ્કયુલેટરના નામથી ઓળખવામાં આવે છે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતી વીજે અને ટીવી અભિનેત્રી અનુ મેનન કરશે. નિર્માતા રોની સ્ક્રુવાલા છે. વિદ્યા બાલને આ ફિલ્મ કરવા માટે મૌખિક મંજૂરી આપી દીધી હોવાના અહેવાલ છે.