વિદ્યુત - નંદિતા ટૂંક સમયમાં લગ્નબંધને બંધાશે

Saturday 21st October 2023 12:28 EDT
 
 

વિદ્યુત જામવાલ તથા નંદિતા મહેતાતાની વચ્ચે સગાઈ બાદ બ્રેકઅપ થઈ ગયાના અહેવાલો હતા. જોકે હવે એવા સમાચાર છે કે બંને વચ્ચે પેચઅપ થઈ ગયું છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. વિદ્યુત અને નંદિતાએ બે વર્ષ પહેલાં સગાઈ કરી હતી. વિદ્યુતે ઐતિહાસિક તાજમહેલ સમક્ષ નંદિતાને પ્રપોઝ કર્યું હતું. તે પછી બંને લંડનમાં વેડિંગ કરી રહ્યાં હોવાની વાત ફેલાઈ હતી. જોકે, બાદમાં તરત જ એવા સમચાાર આવ્યા હતા કે વિદ્યુત પોતાની કારકિર્દીમાં વધુ પડતો વ્યસ્ત રહેતો હોવાથી તથા નંદિતાને પૂરતો સમય આપી શકતો નથી. આથી બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ બ્રેકઅપ વિશે કોઈ પુષ્ટિ કરી ન હતી. આ સાથે જ એક તબક્કે તો બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધાં હોવાની પણ વાત ફેલાઈ હતી. જોકે હવે ફરીથી એવી વાત ફેલાઈ છે કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને તેમની વચ્ચેની તમામ ગેરસમજ દૂર થઈ ગઈ છે. આથી બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. નંદિતા કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય નંદાની એક્સ વાઈફ છે. એક તબક્કે તે અને રણબીર કપૂર ડેટિંગ કરી રહ્યાં હોવાનું પણ ચર્ચાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter