અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે લખ્યું છે કે, પત્ની સાયરા તેમનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે અને કોરોનાથી રક્ષણ મેળવવા આઈસોલેશનમાં કોરોન્ટાઈન છું. સાયરા સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે કે મને કોઈ ઈન્ફેક્શન થાય નહીં. તમે લોકો પણ કોરોનાને લઈને સાવધાની રાખો. હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જે ગાઈડલાઈન્સ છે તેને અનુસરો.