ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂભાઈ (અનિલ કપૂર) હવે કાળા કામ છોડીને વેપાર-ધંધો કરી રહ્યા છે. ઉદય અને મજનૂના જીવનમાં હવે કોઈ રંગ રહ્યો નથી અને તેઓ પણ કંટાળો અનુભવે છે. આ સ્થિતિમાં તેમના જીવનમાં ચાંદની પ્રવેશ કરે છે. મહારાણી (ડિમ્પલ કાપડિયા)ની પુત્રી ચાંદનીને બંને ભાઈઓ ગાઢ પ્રેમ કરે છે. બંને પોતે શ્રેષ્ઠ છે તેવું બતાડવામાં વ્યસ્ત છે, પણ ત્યારે જ ઉદય સામે રાંઝણા (શ્રુતિ હસન)નાં સગપણની વાત આવે છે. ઉદય અને મજનૂએ કોઈ પણ રીતે રાંઝણાનાં લગ્ન સારા પરિવાર સાથે કરાવવાનાં છે. મહારાણી પણ કહે છે કે રાંઝણાનાં લગ્ન પછી નક્કી થશે કે ચાંદની ઉદય કે મજનૂમાંથી કોને પસંદ કરે છે. ઉદય અને મજનૂ ચાંદની માટે યોગ્ય મૂરતિયો શોધવામાં સક્રિય બને છે. તેમને પહેલા ડો. ઘૂંઘરૂ (પરેશ રાવલ) યાદ આવે છે. પ્રથમ ફિલ્મ ‘વેલકમ’માં ડો. ઘૂંઘરૂનો ભાણેજ (અક્ષયકુમાર) બહુ જ શરીફ હતો. ઉદય અને મજનૂ હવે ડો. ઘૂંઘરૂ અને તેની પત્નીને સીધો-સરળ છોકરો શોધવાની જવાબદારી સોંપે છે. માંડ જિંદગીમાં શાંતિ થઈ હોય છે ત્યાં મજનૂ-ઉદય લાઇફમાં પાછા આવે છે એટલે ઘૂંઘરૂની લાઇફની નવેસરથી બૅન્ડ વાગે છે, પણ તેને બચાવવાનું કામ હવે અજ્જુભાઈ (જૉન એબ્રાહમ) કરે છે અને તે ઘૂંઘરૂની સાથે બન્ને ભાઈઓની સામે ઊભો રહે છે.
તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યાં વોન્ટેડ ભાઈ (નસીરુદ્દીન શાહ)ની એન્ટ્રી થાય છે. આ ‘ભાઈ’ ઉદય-મજનૂ-ઘૂંઘરૂ વગેરેના જીવનમાં નવી આફત લઇને આવે છે, પણ આ આફત દરમિયાન જ ભાઈ મહારાણીના પ્રેમમાં પડે છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.
------------------------------
નિર્માતાઃ ફિરોઝ નડિઆદવાલા
દિગ્દર્શકઃ અનીસ બાઝમી
ગીતકારઃ કુમાર, નીતિન રવિકર, આફત મેહમૂદ, મનોજ મુન્તાશીર, શબ્બીર એહમદ, માનવેન્દ્ર, અભિષેક રે
ગાયકઃ અનુ મલિક, મિકા સિંહ, યો યો હની સિંહ વગેરે
સંગીતકારઃ અનુમલિક, મીત બ્રધર્સ, યો યો હની સિંહ, સિદ્ધાંત માધવ, મિકા સિંહ, અભિષેક રે વગેરે