મુંબઈઃ પૂર્વ પ્રેમી પંખીડા કેટરીના કૈફ અને રણવીર કપૂરે ૨૭મી જુલાઈએ વો બ્યુટી એવોર્ડમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેટરીનાએ ડિઝાઈનર રોમોના કેવેઝાનું લાલ રંગનું ગાઉન પહેર્યું હતું જ્યારે રણવીર કાળા સૂટમાં ખૂબ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. આ ફંકશનમાં રણવીરને મોસ્ટ બ્યૂટીફુલ મેન અને કેટરીનાને બ્યુટી ઓફ ધ યરનાં એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જોકે બંનેએ બને ત્યાં સુધી સામે આવવાનું ટાળ્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં કેટ અને રણવીરના થયેલાં બ્રેક અપ પછી બંને એકબીજાથી સુરક્ષિત અંતર જાળવી રાખતાં દેખાય છે. તે એક જ ફંકશન કે પાર્ટીમાં ભેગાં ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખે છે, પરંતુ મુંબઈ ખાતેના આ વો બ્યુટી એવોર્ડમાં આ બંને એક જ સ્થળે હાજર રહ્યાં હતાં. જોકે બંનેએ એકબીજાની સામે આવવાનું ટાળ્યું હતું. આવું કંઈ પહેલીવાર નથી બન્યું. આ પહેલાં પણ એક ઓટો એક્સપોમાં આ બંને એક જ સ્થળે અને સમયે હાજર હોવા છતાં બંનેએ એકબીજાની સામે આવવાનું ટાળ્યું હતું.