‘જબ જબ ફૂલ ખીલે’, ‘દીવાર’ અને ‘કભી-કભી’ જેવી ફિલ્મોના જાણીતા પીઢ અભિનેતા શશી કપૂર ૧૮ માર્ચના રોજ ૭૭ વર્ષના થયા હતા. તેમના ભત્રીજા ઋષિ કપૂર અને ‘ફકીરા’ની સહ અભિનેત્રી શબાના આઝમીએ તેમને આ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. ઋષિએ ટ્વીટર પર શશી કપૂરની દુર્લભ તસવીર મૂકી શુભેચ્છા આપી હતી. શશી કપૂરે ૧૬૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, તેઓ નેશનલ એવોર્ડથી સન્માનિત છે.